AC ખરીદવાની ગાઇડ: સાચો ton, inverter, star rating અને સાચો ખર્ચ

અપડેટ 19 ઑક્ટોબર, 2026 · 6 મિનિટ · System Designing સર્વિસ ટીમ, અમદાવાદ

મોટા ભાગના બેડરૂમ માટે 1.5 ton 5-star inverter split AC લો. 120 sq ft થી નાના રૂમમાં 1 ton અને 180 sq ft કે ગરમ ટોપ ફ્લોર રૂમમાં 2 ton લો. ફિટિંગ અને stabilizer સાથે ₹43,000 થી ₹66,000 નું બજેટ રાખો.

શોરૂમમાં મોટા ભાગના લોકો એક જ સવાલ પૂછે છે: કયું AC લઉં? જવાબ 4 નિર્ણય પર છે. તેને આ જ ક્રમમાં લો: માપ, પ્રકાર, star rating, પછી brand.

પહેલાં માપ સાચું કરો. સારી brand પણ ખોટા માપમાં બરાબર ઠંડક નથી આપતી.

સ્ટેપ 1: રૂમ પ્રમાણે સાચો ton પસંદ કરો

ગુજરાતના ઉનાળામાં દર 100 sq ft માટે લગભગ 1 ton જોઈએ. બેંગલુરુ કે પુણે જેવા હળવા વાતાવરણવાળા શહેરમાં ઓછું જોઈએ. આ આંકડા 10 ફૂટની છત ગણીને છે.

રૂમનું માપસામાન્ય રૂમપશ્ચિમ તરફ કે ટોપ ફ્લોર
8x10 ફૂટ (80 sq ft)1 ton1 ton
10x10 ફૂટ (100 sq ft)1 ton1.5 ton
10x12 ફૂટ (120 sq ft)છાંયો હોય તો 1 ton, નહીં તો 1.5 ton1.5 ton
12x12 ફૂટ (144 sq ft)1.5 ton2 ton
12x15 ફૂટ (180 sq ft)2 ton2.5 ton
15x15 ફૂટ (225 sq ft)2.5 ton2.5 ton
15x20 ફૂટ (300 sq ft)3 ton3 ton

રોજ 4 કે વધુ લોકો રૂમમાં રહેતા હોય, કે રસોડું રૂમમાં ખૂલતું હોય, તો capacity વધારો. તમારા રૂમ માટે AC ton કેલ્ક્યુલેટર વાપરો કે 12x12 રૂમની ગાઇડ જુઓ.

સ્ટેપ 2: Inverter કે non-inverter

જે રૂમ રોજ વપરાય છે, તેના માટે inverter AC લો. Non-inverter compressor પૂરી સ્પીડે ચાલે, બંધ થાય, પછી ફરી ચાલુ થાય. Inverter compressor રૂમ ઠંડો થાય એટલે ધીમું પડે છે, એટલે ઓછી લાઇટ વાપરે છે.

આજે 1.5 ton AC પર ભાવનો ફરક લગભગ ₹5,000 થી ₹8,000 છે. રોજ 8 કલાક ચલાવો તો inverter ઉનાળામાં મહિને લગભગ ₹650 બચાવે છે. એટલે ફરક લગભગ 2 ઉનાળામાં પાછો આવી જાય.

Non-inverter AC 2 કેસમાં હજી પણ ચાલે:

  • ગેસ્ટ રૂમ, જે મહિનામાં થોડા દિવસ જ ચાલે છે.
  • ભાડાનો ફ્લેટ, જે તમે 1 કે 2 વર્ષમાં છોડી દેવાના છો.

સ્ટેપ 3: 3 star કે 5 star

BEE star rating બતાવે છે કે AC આખી સીઝનમાં કેટલી લાઇટ વાપરે છે. વધુ star એટલે ઓછું બિલ. ટેબલમાં 1.5 ton AC, રોજ 8 કલાક અને યુનિટ દીઠ ₹6 નો હિસાબ છે.

1.5 ton AC નો પ્રકારકલાકે યુનિટઉનાળામાં મહિનાનું બિલ
5 star inverterલગભગ 1.05લગભગ ₹1,500
3 star inverterલગભગ 1.3લગભગ ₹1,900
3 star non-inverterલગભગ 1.5લગભગ ₹2,150
જૂનું non-inverter (8+ વર્ષ)લગભગ 1.8લગભગ ₹2,600

5 star મોડેલ 3 star કરતાં લગભગ ₹2,000 થી ₹4,000 મોંઘું છે. મુખ્ય બેડરૂમમાં તે ઉનાળામાં મહિને લગભગ ₹400 બચાવે છે. ગેસ્ટ રૂમ માટે 5 star ની જરૂર નથી.

AC ને 24°C કે તેથી ઉપર રાખો. 24°C થી દર 1 ડિગ્રી ઓછું કરો તો બિલ લગભગ 6% વધે. તમારો હિસાબ AC લાઇટ બિલ કેલ્ક્યુલેટર થી કાઢો.

સ્ટેપ 4: Brand જાહેરાતથી નહીં, service થી પસંદ કરો

આજે બધી મોટી brand સારાં AC બનાવે છે. સાચો ફરક તમારા શહેરની after-sales service નો છે. Spare part અને technician નું જલ્દી આવવું કોઈ extra feature કરતાં વધુ કામનું છે.

અમે Hitachi, Mitsubishi Electric, BlueStar, Toshiba અને Midea ના authorised dealer છીએ. અમે બધી brand ની service કરીએ છીએ.

Brand1.5 ton inverter ભાવ (લગભગ)કોના માટે સારું
Hitachi₹35,000 થી ₹55,000બેડરૂમ, લાંબી આવરદા
Mitsubishi Electric₹51,000 થી ₹75,000ઓછો અવાજ, મોટું બજેટ
BlueStar₹43,000 થી ₹56,000લાંબા કલાક, દુકાન અને ઘર
Toshiba₹36,000 થી ₹52,000મીડિયમ બજેટ
Daikin, LG, Samsung₹38,000 થી ₹62,000મોટું service નેટવર્ક, smart feature

ભાવ સીઝન અને મોડેલ પ્રમાણે બદલાય છે. Compressor warranty લેખિતમાં લો. મોટા ભાગની brand 5 થી 10 વર્ષ આપે છે.

સ્ટેપ 5: પૂરો ખર્ચ પહેલાં ગણી લો

AC નો ભાવ જ પૂરું બિલ નથી. ગુજરાતમાં 1.5 ton 5 star inverter split AC માટે આ બજેટ રાખો:

  • AC: ₹38,000 થી ₹58,000.
  • Installation: copper piping, wiring અને wall stand સાથે ₹2,500 થી ₹4,000.
  • Stabilizer: ₹2,500 થી ₹4,000, જો વિસ્તારમાં voltage ની તકલીફ હોય.
  • કુલ: ₹43,000 થી ₹66,000.

પછી વર્ષમાં 2 service માટે લગભગ ₹2,000 થી ₹3,000 રાખો. સાફ filter અને coil થી બિલ ઓછું રહે છે. ફિટિંગના ખર્ચ માટે અમારી AC installation service જુઓ.

દર ઉનાળે દેખાતી ભૂલો

  • 180 sq ft રૂમમાં 1 ton AC. તે આખો દિવસ ચાલે અને રૂમ ઠંડો ન થાય.
  • ₹1,500 બચાવવા સસ્તી ફિટિંગ. ખરાબ flaring થી gas લીક થાય અને refill બચત કરતાં મોંઘું પડે.
  • રાત્રે 8 કલાક ચાલતા બેડરૂમમાં non-inverter AC. દર ઉનાળે લગભગ ₹3,900 વધારે બિલ આવે.
  • Voltage ઘટતો હોય તેવા વિસ્તારમાં stabilizer નહીં. PCB રિપેર ₹5,000 થી ₹9,000 નું પડે.

ખરીદતા પહેલાંનું ચેકલિસ્ટ

  1. રૂમની લંબાઈ અને પહોળાઈ ફૂટમાં માપો.
  2. જુઓ કે રૂમ પશ્ચિમ તરફ છે કે ધાબા નીચે છે.
  3. ચેક કરો કે wiring અને MCB AC નો લોડ ઉપાડી શકે છે.
  4. પૂછો કે installation ભાવમાં શું આવે છે અને પાઇપ કેટલી લાંબી છે.
  5. પૂછો કે AC કોણ ફિટ કરશે અને service center ક્યાં છે.
  6. Compressor warranty નો સમય લેખિતમાં લો.

સામાન્ય સવાલો

›12x12 બેડરૂમ માટે કયું AC યોગ્ય છે?

1.5 ton inverter split AC. રૂમ પશ્ચિમ તરફ હોય કે ટોપ ફ્લોર પર હોય, તો 2 ton લો.

›Inverter AC વધારે ભાવનું વળતર આપે છે?

હા, જો AC રોજ 6 કલાક કે વધુ ચાલે. ₹5,000 થી ₹8,000 નો ફરક ઓછા બિલથી લગભગ 2 ઉનાળામાં પાછો આવી જાય છે.

›3 star કે 5 star AC, કયું લેવું?

જે બેડરૂમ કે હૉલમાં AC રોજ 6 થી 8 કલાક ચાલે, ત્યાં 5 star લો. ગેસ્ટ રૂમ કે 2 થી 3 કલાક ચાલતા રૂમ માટે 3 star inverter ચાલે.

›Inverter AC સાથે stabilizer જોઈએ?

ઘણા inverter AC સામાન્ય voltage વધઘટ સહન કરી લે છે. તમારા વિસ્તારમાં વારંવાર voltage ઘટે કે વધે, તો ₹2,500 થી ₹4,000 નું stabilizer PCB ને બચાવે છે.

ફ્રી ટૂલ

AC tonnage calculator

Room size, sun and floor in. AC size and monthly bill out.

ટૂલ ખોલો →

New AC sales team

અમને પૂછો

તમારો સવાલ WhatsApp પર મોકલો. જવાબ અમારા ટેક્નિશિયન આપે છે.

સોમથી શનિ, સવારે 9 થી સાંજે 7, લગભગ 15 મિનિટમાં જવાબ.

આ પણ વાંચો